એક ડગલું ઘણું છે


સૂર્ય, ચંદ્ર, તારા ઘણાં છે આભ મહીં;
આશાદિપ્તી રશ્મિ બનું તો ઘણું છે.

તપ્ત થયેલી મન-ધરા પ્રખર અગન મહીં;
પ્રથમ વર્ષાની હેલી બનું તો ઘણું છે.

ભોગપ્રચુર સ્વાર્થાંધ થયેલી માનવતા;
પંક મહીં જો પદ્મ બનું તો ઘણું છે.   

ઉત્તુંગ શિખર વાદળ મહીં ગગન આંબતા;
પ્રગતિ-પથ પર એક ડગલું ભરું તો ઘણું છે.

અનંત વેગે વિસ્તરતા વિશ્વ મહીં;
આત્મવિજય અર્થે અંતર્મુખ બનું તો ઘણું છે.

ઘોર નિશા ને ધુમ્મસ વ્યાપે અંતર મહીં;  
સૂર્ય-તનય પ્રકાશ-પુંજ દીપક બનું તો ઘણું છે.

~ સિદ્ધાર્થ મિસ્ત્રી

x

Comments

Popular posts from this blog

My good right hand

પ્રભુકૃપા