પ્રભુકૃપાહે પ્રભુ, સંજોગો વિકટ હોય ત્યારે
સુંદર રીતે કેમ જીવવું તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે
હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે
શાંતિ કેમ રાખવી તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે
ખંતથી તેમાં કેમ લાગ્યા રહેવું તે મને શીખવ.

પ્રલોભનો, પ્રશંસા, ખુશામતની વચ્ચે
તટસ્થ કેમ રહેવું તે મને શીખવ.

મુશ્કેલીઓ ચારે બાજુથી ઘેરી વળે, શ્રધ્ધા ડગુમગુ થઇ જાય,
નિરાશાની ગર્તામાં મન ડૂબી જાય ત્યારે
ધૈર્ય અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી તે મને શીખવ.

~ કુન્દનિકા કાપડીયા

Post a Comment

Popular posts from this blog

My good right hand

એક ડગલું ઘણું છે